અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘એક વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ બનાવવામાં આવશે: રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માગુ છું કે, તેઓ ૨૦૨૪ અને ૨૦૨૯માં પણ તેઓ જ દેશના વડાપ્રધાન બનશે. મને લાગે છે કે આનાથી વધુ સ્પષ્ટ રીતે કશું કડી શકાય નહી!
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “ભાજપ આ વર્ષે ૪૦૦ પાર બેઠકો મેળવવાની છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો આરોપ કરી રહ્યા છે કે ભાજપ બહુમતી મેળવીને બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. પરંતુ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કોંગ્રેસની સરકારે કર્યા છે. ભાજપ કયાં માને છે કે બંધારણની મૂળ પ્રસ્તાવનમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણની પ્રસ્તાવનમાં ફેરફાર કર્યો છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં રાજીનામું આપીને અમિત શાહને વડાપ્રધાન બનાવવા મતો માંગી રહ્યા છે. નરેન્દ્ર મોદીની નિવૃતિને લઈને કરાયેલી ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપના મોટા નેતાઓ દ્વારા આ વાતનું ખંડન કરતાં નિવેદનો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-