લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.એ કેરળના મવેલિકારાથી ૮ વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.
૫૪૩ સભ્યોની લોકસભામાં હાલમાં ૫૪૨ સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. ૨૯૩ સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં ૨૩૩ સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી તેમના ૧૬ સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ ૧૬ સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા ૨૪૯ સુધી પહોંચી જશે. જ્યારે ચૂંટણી જીતવા માટે ૨૭૧ વોટની જરૂર પડશે.
લોકસભાના ઈતિહાસની વાત કરીએ તો, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ હશે. અગાઉ ૧૯૫૬ અને ૧૯૭૬માં પણ લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ડેપ્યુટી સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહમતિનો અભાવ જ ચૂંટણીનું સાચું કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :-