Thursday, Oct 23, 2025

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં અધિકારીઓની કરાઈ બદલી, DM અને SPની બદલી કરાઈ

2 Min Read

ભારતીય ચૂંટણી પંચે દેશમાં ચૂંટણી જાહેર કર્યા પછી કડકાઈથી પગલાં ભરી રહી છે. ચૂંટણી પંચે બે IPS અધિકારીની બદલીના આદેશ કર્યા છે. નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર આવ્યા છે. જેમાં ગુજરાત સહિત પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે મહત્ત્વના હોદ્દા ઉપર રહેલા અધિકારીઓની ટ્રાન્સફર કરી છે. ગુજરાતમાં છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામી જિલ્લાના એસપીની પણ બદલી કરાઈ છે.

પંજાબમાં પઠાણકોટ, ફાઝિલ્કા, જલંધર ગ્રામીણ અને માલેરકોટલા જિલ્લાના એસ.એસ.પી. ઢેંકનાલના ડીએમ અને ઓડિશાના દેવગઢ અને કટક ગ્રામીણના એસપી અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વા બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના ડીએમ. વધુમાં, પંચે ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ સાથેના તેમના સગપણ અથવા પારિવારિક જોડાણને ધ્યાનમાં રાખીને પંજાબમાં એસએસપી ભટિંડા અને આસામમાં એસપી સોનિતપુરની બદલી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આગાઉ ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલના ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવી દેવાયા હતા. આ ઉપરાતં મિઝોરમ-હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવાયા હતા.

આ ઉપરાંત ચૂંટણી પંચે આસામ અને પંજાબના નેતાઓના સગા સંબંધી આઈપીએસ અધિકારીઓની પણ ટ્રાન્સફર કરી છે. આ મામલે ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-

Share This Article