Wednesday, Jan 28, 2026

હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટમાં સામે આવ્યા આંકડા

2 Min Read

Now India has become  

  • ભારતની વસ્તી હવે દુનિયામાં સૌથી વધુ છે. ચીનને ભારતે પાછળ છોડીને આ મુકામ હાસિલ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. પરંતુ ચીનના લોકોની સરેરાશ ઉંમર વધુ છે.

ભારત (India) હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ (Populous Country) બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની (China) વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રએ આ વાત પર મહોર લગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના (United Nations Population Cell) આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે 29 લાખ વધુ છે.

પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને જનસંખ્યાના મામલામાં ક્યારે પાછળ છોડ્યું છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ પ્રમાણે દુનિયાની વસ્તી હવે 8 અબજથી વધુ થઈ ગઈ છે. જનસંખ્યા કોષના રિપોર્ટનું શીર્ષક ‘હવે અજબો જિંદગીઓ, અનંત સંભાવનાઓ છે.’

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખ છે, તો ચીનની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 57 લાખ છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં 29 લાખનું અંતર આવી ગયું છે. 1950થી સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યાનો આંકડો રાખે છે અને ત્યારથી આ પ્રથમવાર છે.

જ્યારે ભારતે વસ્તીના મામલામાં ચીનને પાછળ છોડી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે જણાવ્યુ- હાં તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું છે. હકીકતમાં બંને દેશો વચ્ચે સીધી રીતે તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે.

ચીનની વસ્તીમાં થવા લાગ્યો ઘટાડો :

તેમણે કહ્યું કે આ રિપોર્ટથી સ્પષ્ટ છે કે ચીનની જનસંખ્યાનું લેવલ પાછલા વર્ષે પીક પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. તો ભારતની વસ્તી હાલ વધારાની દિશામાં છે. પરંતુ ભારતની પણ વસ્તીનો ગ્રોથ રેટ 1980 બાદ ઘટાડા તરફ છે.

તેનો મતલબ તે થયો કે ભારતમાં વસ્તી તો વધી રહી છે પરંતુ તેનો દર પહેલાના મુકાબલે ઓછો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 25 ટકા વસ્તી 0થી 14 વર્ષ વચ્ચેની છે. આ સિવાય 18 ટકા લોકો 10થી 19 વર્ષ વચ્ચેના છે.

આ પણ વાંચો :-

Share This Article