૧૪ નવેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે ગુરુવરના દિવસે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

Share this story

મેષઃ

આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ

માનસિક અસ્વસ્થતા નો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ધટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા માતા સાથે મતભેદની શકયતા. અપચન, પેટની તકલીફ રહે.

‌મિથુનઃ

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. ‌આર્થિક બાબતોનું આયોજન સુંદરરીતે કરી શકાય. યશ, પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગ થી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થય સારૂં રહેશે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગો થી સાચવવું. નોકરી, ધંધામાં પ્રગતિ.

‌સિંહઃ

માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂં.

કન્યાઃ

વાણી દ્ગારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શકયતા તથા માતાની ‌તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસોન કરવો.

તુલાઃ

આનંદ-ઉત્સાહ વઘતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટા‍ળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃ‌શ્ચિકઃ

મોજશોખનું ુપ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્ગવ થાય.

ધનઃ

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટા‍ળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જોસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યુ.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતું બગાડ અટકાવવો. ભાઇ, બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહન ની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે. તથા યશ પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.