
મેષઃ-
માનસિક ઉગ્રતા રહે. ઇચ્છિત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.
વૃષભઃ-
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂં મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.
મિથુનઃ-
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગિતથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.
કર્કઃ-
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા , સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.
સિંહઃ-
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.
કન્યાઃ-
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.
તુલાઃ-
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.
વૃશ્ચિકઃ-
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી, ધંધામાં પ્રગતિ થતી જણાય. યથ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.
ધનઃ-
નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.
મકરઃ-
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ, તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.
કુંભઃ-
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.
મીનઃ-
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમસંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.