Friday, Oct 24, 2025

એલ્વિશ યાદવ કેસમાં નોઇડા પોલીસે કરી કડક કાર્યવાહી, વધુ બે લોકોની ધરપકડ

2 Min Read

એલ્વિશ યાદવની સાપના ઝેરનો ઉપયોગના આરોપમાં અટકાયત કરાઈ છે. આ વાતની તેણે ખુદ કબૂલાત કરી હતી. નોઈડા પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે સામે આવેલા વીડિયોમાં એલ્વિશ યાદવ સાથે સિંગર ફાઝિલપુરિયા જોવા મળી રહ્યો છે. એલ્વિશના સીડીઆરમાં વારંવાર સંબંધિત વ્યક્તિની સંડોવણી મળી આવી હતી. એવી આશંકા છે કે પૂરતા પુરાવાના આધારે નોઇડા પોલીસ તેની ધરપકડ કરી શકે છે.

એલ્વિશ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેન્ટ ક્રિએટર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુંસાર આ કેસમાં તે આરોપી છે, જેથી પોલીસ ટૂંક સમયમાં ગાઝિયાબાદ કોર્ટમાં પ્રોડક્શન વોરંટ પર તેની ધરપકડ કરવા અરજી દાખલ કરશે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

એલ્વિશે કબૂલ્યું છે કે, તે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને અલગ-અલગ રેવ પાર્ટીમાં મળ્યો હતો. નોઇડા પોલીસે એલ્વિશ યાદવ પર ૨૯ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્ત્વનું છે કે,  જો કોઈ ડ્રગ સંબંધિત ષડયંત્રમાં સામેલ હોય ત્યારે ૨૯ NDPS એક્ટ લાગુ થાય છે. આ કાયદા હેઠળ નોંધાયેલા આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી. ગયા વર્ષે, પીપલ ફૉર એનિમલ્સ (PFA) સંગઠનની ફરિયાદના આધારે નોઇડા પોલીસે સેક્ટર ૫૧ સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડો પાડીને પાંચની ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, કોર્ટે એલ્વિશને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જેલ સત્તાવાળોએ તરફથી જાણવા મળ્યું છે કે, એલ્વિશ યાદવની જેલમાં પહેલી રાત બેચેની અને નિરાશામાં પસાર થઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article