Thursday, Oct 23, 2025

RBI દ્વારા હોમ લોન ધારકોને કોઇ રાહત નહીં, સતત 10મી વખત વ્યાજદર યથાવત

2 Min Read

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. RBI MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નરે કહ્યું કે આરબીઆઈના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે RBI MPCએ સતત 10મી વખત રેપો રેટને સ્થિર કર્યો છે. ઉપરાંત, તેણે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે. RBI MPCના 6માંથી 5 સભ્યોએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

Fortune India: Business News, Strategy, Finance and Corporate Insight

આરબીઆઈ આજે દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર થઇ છે. રિઝર્વ બેંકની 3 દિવસની મોનેટરી પોલિસી મિટિંગ 7 ઓક્ટોબર શરૂ થઇ હતી, જેની સમીક્ષા આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે ધિરાણનીતિમાં કોઇ ફેરફાર ન કરતા તમામ મુખ્ય વ્યાજદર સ્થિર રાખ્યા છે. હાલ રેપો રેટ 6.50 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 4.50 ટકા છે.

યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં અચાનક વ્યાજદરમાં અડધો ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. યુએસ ફેડ દ્વારા રેટ કટ બાદ આરબીઆઈ ઉપર પણ વ્યાજદર ઘટાડવાનું દબાણ વધ્યુ હતુ. જૂન ત્રિમાસિક જીડીપી ગ્રોથ ઘટવાથી પણ રેટ કટની અપેક્ષા હતી.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 2025માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સ્થાનિક વૃદ્ધિ સતત તેની ગતિ જાળવી રહી છે. તે જ સમયે, વૈશ્વિક અર્થવ્યવસ્થા તેની સ્થિતિસ્થાપકતા જાળવી રહી છે. જો કે, ભૌગોલિક રાજકીય તણાવ, નાણાકીય બજારની અસ્થિરતા અને વધતા સરકારી દેવાને કારણે ડાઉનસાઇડ જોખમો યથાવત છે. સાથે જ સકારાત્મક બાબત એ છે કે, વિશ્વ વેપારમાં સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article