- માત્ર ૩૮ વર્ષની વયે સુરતના સામાજિક, રાજકીય ક્ષેત્રે ઝડપથી ઊભરી રહેલા વિક્રમસિંહ શેખાવતે ત્રણ દિવસના ‘ફાગોત્સવ’નું આયોજન કર્યું હતું અને ત્રીજા દિવસે ઘરે આવીને ઊંઘી ગયા પછી બેઠા થયા જ નહીં!
- ફાગોત્સવમાં સેંકડો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, પો.કમિ. અનુપમસિંહ ગેહલોત સહિત અનેક લોકોએ હાજરી આપી હતી અને રાત્રે વિક્રમસિંહ બધાને શુભેચ્છા પાઠવીને છૂટા પડ્યા જાણે ફરી મળવાના નહોતા
- લશ્કરમાંથી નિવૃત્ત થયેલા વિક્રમસિંહના પિતા રાજપાલસિંહે સુરતને કર્મભૂમિ બનાવી હતી, વિક્રમસિંહ શેખાવત પિતા કરતાં સવાયા પુરવાર થયાહતાઅને ગણતરીના વર્ષોમાં સુરતના આગલી હરોળના યુવા આગેવાન બની ગયા હતા, તેમની માનવસેવાની પ્રવૃત્તિથી લોકો પ્રભાવિત હતા
સુરતને કર્મભૂમિ બનાવી વસવાટ અને વેપાર કરતા રાજસ્થાની પરિવારો માટે આ વર્ષનો ફાગોત્સવ આઘાતજનક પુરવાર થયો હતો. રાજસ્થાની સમાજના હોનહાર યુવક એડવોકેટ અને રાજકારણમાં ઊભરી રહેલા વિક્રમસિંહ શેખાવતનું આજે સોમવારે નિધન થયું હતું. વિક્રમસિંહ શેખાવત અને રાજસ્થાન યુવા સંઘ સુરતના ઉપક્રમે ત્રણ દિવસના ફાગોત્સવ દેહ કહી રહ્યો હતો હવે હું આ દુનિયામાં નથી! વિક્રમસિંહ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.૨૮મી ફેબ્રુઆરીથી તા.બીજી માર્ચ એટલે કે શનિ, રવિ અને સોમવાર ત્રણ દિવસ સુધી સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું અને વિક્રમસિંહ શેખાવત ઉત્સાહિત બનીને રોજેરોજ લોકોને આવકારી રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પો.કમિ. અનુપમસિંહ ગેહલોત સહિત અનેક આગેવાનોએ ફાગોત્સવમાં હાજરી આપી રહ્યાં હતાં. ગઈકાલે સોમવારની મધરાત સુધી વિક્રમસિંહ શેખાવત અને મિત્રો ફાગોત્સવની મહેફિલ માણી રહ્યા હતા. ફાગોત્સવનાં ગીત અને નૃત્યો માટે રાજસ્થાનથી કલાકારોનાં જૂથને બોલાવવામાં આવ્યાં હતાં.
મધરાત સુધી મિત્રો સાથે આનંદની ઉજાણી કરી રહેલા વિક્રમસિંહની આ છેલ્લી રાત હતી. જબરજસ્ત હાઈટ અને સંપૂર્ણ તંદુરસ્ત. વર્ષના થનગનતા યુવાન વિક્રમસિંહ રાત્રે ફાગોત્સવની ઉજવણી કરીને ઘરે જઈને ઊંઘી ગયા હતા. ત્રણ ત્રણ રાતના ઉજાગરા અને થાકને કારણે વિક્રમસિંહ શેખાવત પથારીમાં પડતા જ ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા હતા. પરંતુ સોમવારની મધરાત અને મંગળવારની બપોર આઘાતજનક નીવડી હતી. સેંકડો લોકોની આશા, હોનહાર આગેવાન, એડવોકેટ અને રાજકીય તખ્તે ઊભરી રહેલા વિક્રમસિંહ શેખાવતે ફરી આંખ ખોલી નહોતી અને માત્ર ૩૮ વર્ષની ઉંમરે કોઈપણ કારણ આપ્યા વગર મોતની નિદ્રામાં પોઢી ગયા હતા. ભારે થાકને કારણે વિક્રમસિંહ લાંબી ઊંઘ ખેચવાના મૂડમાં હોવાથી બપોરે થોડા સમય માટે આડું પડખું કર્યું, પરંતુ ત્યારબાદ ફરી બેઠા જ થયા નહીં.
વિક્રમસિંહ શેખાવતના નિધનને કોઈ માનવા તૈયાર નહોતુ. કારણ સોમવારની રાત્રે સેંકડો લોકોએ તેમને દોડધામ કરતા જોયા હતા. પરંતુ હકીકત એ હતી કે, વિક્રમસિંહ શેખાવત ભરયુવાનીમાં અનંતના માર્ગે ઊપડી ગયા હતા. વિક્રમસિંહનું મૃત્યુ કદાચ કુદરતને પણ મંજૂર નહીં પરંતુ વિધાતાના લેખ ટાળવાનું શક્ય નથી. વિક્રમસિંહના મૃત્યુની વાત સાંભળનાર સહુ કોઈ સ્તબ્ધ હતા. આવી રીતે મૃત્યુ કઈ રીતે થઈ શકે? તબીબોની ભૂલ હશે વગેરે વગેરે સવાલો કરવામાં આવ્યા હતા. પરંતુ વિક્રમસિંહ શેખાવતનો નિ:શ્વેતન દેહ કહી રહ્યો હતો હવે હું આ દુનિયામાં નથી! વિક્રમસિંહ શેખાવાતના મૃત્યુની ઘટનાએ અનેક લોકોને વજાઘાત પહોંચાડયો હતો. સેંકડો લોકો વિક્રમસિંહમાં પોતાનો આધાર જોઈ રહ્યા હતા. રાજકીય તતે પણ એક મજબૂત નામ ઉભરી રહ્યું હતું. તેઓ રાજસ્થાની ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી હોવા ઉપરાંત હોસ્પિટલ, શિક્ષણ સંસ્થા, ગૌસેવા, ગરીબ બાળકો માટે શિક્ષણ આપતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. માત્ર ૩૮ વર્ષની ઉંમરે વિક્રમસિંહ શેખાવત ખૂબ મોટી સામાજિક ઊંચાઈએ પહોંચી ગયા હતા.
વિક્રમસિંહ મૂળ રાજસ્થાન રાજ્યના ઝુનઝુનુ ડિસ્ટ્રીક્ટમાં આવેલ પીનાલી નજીકના બનકોટડી ગામના વતની હતા. તેમના પિતા વર્ષો પહેલા સુરતમાં સ્થાયી થતા. તેમનો જન્મ અને ઉછેર સુરતમાં જ થયો હતો. તેમણે એડવોકેટની ડિગ્રી મેળવી હતી અને શરૂઆતમાં પિતાની સિક્યુરિટી એજન્સી સંભાળી હતી. તેમના પિતા રાજપાલસિંહ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ સુરતમાં સિક્યુરિટી વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ વિક્રમસિંહ ટેક્સટાઇલ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને માર્કેટમાં ટ્રેડિંગ સાથે જોડાયા હતા. વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલા પુણ્યભૂમિ એપાર્ટમેન્ટ ખાતે પત્ની અને બાળકો સાથે રહેતા હતા. હોળીન પર્વ ને લઈ તેઓ દ્વારા આયોજિત ફાગોત્સવનો કાર્યક્રમ ગતરોજ મોડી રાત્રે પૂર્ણ થયો હતો. ત્યારબાદ બપોરે આરામ દરમિયાન પરિવારજનો તેમને ઉઠાડવા જતા કોઈ પ્રતિસાદ ન મળતાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા! વિક્રમસિંહ માત્ર રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ જ નહોતા, પરંતુ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ સક્રિય રહ્યા હતા. તેઓ વીએચપી સુરત શહેરના ઉપાધ્યક્ષ તથા આરએસએસની સામાજિક સમન્વય સમિતિના સભ્ય પણ હતા. ટૂંકા ગાળામાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમણે આગવું સ્થાન મેળવ્યું હતું. આજે મંગળવારે રાત્રે 9 વાગ્યે સુરતથી ફલાઈટ દ્વારા તેમનો પાર્થિવ દેહ દિલ્હી મારફતે તેમના વતન ગામ લઈ જવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અવસાનથી સમગ્ર રાજસ્થાન સમાજમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.