તમે દિવાળી પર ફટાકડા ફોડતા હશો, પણ અમરેલીના સાવરકુંડલાની વાત જ અલગ છે!છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી અહીં રાત્રે આકાશમાં રોશની નહીં, પણ સળગતા ‘ઈંગોરિયાં’ના અગનગોળા જોવા મળે છે! આ છે સાવરકુંડલાનું પ્રખ્યાત અને અનોખું ‘ઈંગોરિયાં યુદ્ધ’!
શું છે આ પરંપરા?
જોકે, હવે વૃક્ષો ઓછા થતાં, યુવાનોએ તેના વિકલ્પ તરીકે દોરાની કોકડીઓ (કોકડા) તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
સામાન્ય ફટાકડાથી કંટાળી ગયા હો તો, ગુજરાતની આ અનોખી અને સાત દાયકા જૂની ‘જ્વલંત’ પરંપરા વિશે જાણો! શું તમે આ યુદ્ધ વિશે સાંભળ્યું હતું?ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાંથી યુદ્ધ ખેલાતું હતું.આજે પણ દિવાળીની રાત્રે શહેરના ત્રણ મુખ્ય વિસ્તારો (નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ)માં યુવકોના ગ્રૂપ સામસામે ગોઠવાઈ જાય છે.એકબીજા પર હજારોની સંખ્યામાં સળગતા ઈંગોરિયાં ફેંકીને લોકો નિર્દોષ ભાવે આ ‘અગન યુદ્ધ’નો આનંદ માણે છે.આ રોમાંચક દ્રશ્ય જોવા દૂર-દૂરથી લોકો અહીં ઉમટી પડે છે.આ વખતે તો MLA મહેશ કસવાળા પણ આ પરંપરાગત યુદ્ધમાં જોડાયા હતા
ઈંગોરિયું શું છે?
ઈંગોરિયાના વૃક્ષના ચીકુ જેવા ફળને સૂકવી, તેની અંદર દારૂ, ગંધક, સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ભરવામાં આવે છે.એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.ગતરાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડી નાખ્યા હતા.