રિસર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આજે શુક્રવારે નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં RBI દ્વારા રેપો રેટને ફરી એક વાર ૬.૫ ટકા રાખવામાં આવ્યો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર સ્થિર રાખ્યો છે. છેલ્લી વખત ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટને ૬.૫૦ ટકા પર સ્થિર રાખ્યો હતો. આજે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને EMIમાં અત્યારે રાહત નહીં મળે.