બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભાજપના 7 ધારાસભ્યો આજે રાજભવનમાં એક પછી એક મંત્રી તરીકે શપથ લીધા છે. મંત્રી તરીકે શપથ લેવા માટે જીવેશ મિશ્રા અને સંજય સરોગી મિથિલા પાગ પહેરીને રાજભવન પહોંચ્યા હતા.
બિહારમાં નીતિશના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આજે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ નીતીશ મંત્રીમંડળના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બિહારના મહેસૂલ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું હતું કે તેઓ પ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ‘એક વ્યક્તિ, એક પદ’ એ સિદ્ધાંત છે જેના પર પાર્ટી કામ કરે છે. કેન્દ્રીય નેતૃત્વએ મને પાર્ટીના રાજ્ય એકમની જવાબદારી સોંપી છે તે બદલ હું આભારી છું.