Sunday, Sep 14, 2025

નિલેશ કુંભાણીની કોંગ્રેસ માંથી ૬ વર્ષ માટે હકાલપટ્ટી

2 Min Read

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હાલ ગાયબ છે. ફૉર્મ રદ્દ થયા બાદ તે કોઈના સંપર્કમાં આવ્યા નથી. એવામાં કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. શિસ્ત સમિતિએ ફોર્મ રદ થવામાં લીધેલી નિષ્કાળજી અથવા ભાજપ સાથેની મિલીભગતનું સ્પષ્ટ ચિત્ર દેખાઈ આવ્યું છે એવું કારણ આપીને આ નિર્ણય લીધો છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખે સસ્પેન્ડ કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ - Congress suspends Surat lok sabha candidate Nilesh Kumbhani for six years – News18 ગુજરાતીનિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, જેથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. આ તમામ ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની ભાજપ સાથે મીલિભગત હોવાના આક્ષેપ લાગતા આખરે કોંગ્રેસ નિલેશ કુંભાણી સાથે છેડો ફાડતાં તેમને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.

સુરતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરી હતી જે બાદ કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા જે બાદ એક દિવસનો સમય પણ કુંભાણીને આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણીને લઈને કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article