Thursday, Oct 23, 2025

વકફ કાયદા મુદ્દે આગામી પગલાં હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 15 મેના રોજ

3 Min Read

સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરી હતી. ત્યારે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને આગામી અઠવાડિયા સુધી સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી. બેન્ચે તેમની માંગણી સ્વીકારી હતી. હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવાર 15 મેના રોજ થશે.

આજની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નોંધ્યું કે તેમણે સરકાર દ્વારા દાખલ કરાયેલી બધી દલીલો અને જવાબ વાંચ્યો છે. કોર્ટે કહ્યું કે નોંધણી અને ચોક્કસ ડેટાના આધારે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જેના પર અરજદારો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે સીજેઆઈ ખન્નાની નિવૃત્તિ નજીક હોવાથી તે છેલ્લા તબક્કે પણ કોઈ નિર્ણય કે આદેશ અનામત રાખવા માંગતી નથી. તેથી આ હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવારે દેશના સીજેઆઈ બનવા જઈ રહેલા જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે.

આ પહેલા 17 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે, સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો. જે સુધારાઓને અટકાવાયા છે તેમાં વક્ફ બાય યૂઝર, અગાઉથી નોંધાયેલ વક્ફ સંપત્તિ કે પછી નોટિફિકેશન દ્વારા વક્ફ જાહેર કરાયેલી સંપત્તિનું ફરી નોટિફિકેશન નહીં થાય કે તેમાં કોઇ હાલ દખલ નહીં અપાય.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 1332 પેજનું વિસ્તૃત સોગંદનામુ દાખલ કર્યું છે અને કહ્યું છે કે વક્ફ કાયદામાં સુધારા સામેની તમામ અરજીઓ ફગાવવામાં આવે, કેમ કે આ કાયદામાં કોઇ જ વાંધાજનક સુધારો નથી કરાયો, કોઇ પણ ધર્મને ઠેસ પહોંચે તેવી જોગવાઇ નથી. વક્ફ બાય યૂઝર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવું હાલ ફરજિયાત નથી કર્યું પરંતુ તે તો વર્ષોથી ફરજિયાત છે. સાથે કેન્દ્રએ કહ્યું હતું કે વક્ફની સંપત્તિ વર્ષ 2013 બાદ બમણી થઇ ગઇ છે. કાયદામાં સુધારો આ સંપત્તિની યોગ્ય રીતે દેખરેખ થાય તેને ધ્યાનમાં રાખી કરાયો છે. હવે સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.

Share This Article