હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી ઉપર લો પ્રેશર બનતાં 23 ઑક્ટોબર સુધી દાના વાવાઝોડું આવવાની શક્યતાઓ દર્શાવાઈ છે. આ ચક્રવાતી વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટ વિસ્તારો માટે આગામી 48 કલાક ભારે છે. હવામાન વિભાગે અને સ્થાનિક સત્તાધીશોએ માછીમારોને સોમવાર સુધી દરિયો ન ખેડવા સલાહ આપી છે. તેમજ સમુદ્ર કિનારાથી દૂર હટી જવા અપીલ કરી છે.
IMD અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર દાના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારની સવારથી તેની સ્પીડ વધશે. 23 ઑક્ટોબર બુધવાર સુધી પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થશે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહેલું વાવાઝોડું 24 ઑક્ટોબર સુધી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટ નજીક બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પહોંચી શકે છે.
ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું હોય એવો માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેર તેમજ આજુ બાજુના વિસ્તારોમાં આજે સોમવારે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડતાં સ્કૂલે જતાં બાળકો સહિત વાહન ચાલકોને હાલાકિના સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 21 ઓક્ટોબર 2024, સોમવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
આ પણ વાંચો :-