Saturday, Nov 1, 2025

ગુજરાતના પ્રભારી મંત્રીઓની નવી યાદી: કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ?

2 Min Read

તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે. જેમાં 9 મંત્રીઓને બે જિલ્લાની, 10 મંત્રીઓને એક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ફાળવેલ જિલ્લાઓમાં પ્રભારી, સહ પ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.

જીતુ વાઘાણી-હર્ષ સંઘવી પ્રવક્તા મંત્રી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

વહીવટી નિયંત્રણ અને અમલ પર ધ્યાન
રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રીઓ તેમના નિયુક્ત જિલ્લાઓમાં કલ્યાણકારી યોજનાઓનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ પર વિશેષ ધ્યાન આપશે. સરકારના આ પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે.

મંત્રીજિલ્લાનું નામ
હર્ષ સંઘવીવડોદરા, ગાંધીનગર
કનુ દેસાઈસુરત, નવસારી
જીતુ વાઘાણીઅમરેલી, રાજકોટ
ઋષિકેશ પટેલઅમદાવાદ, વાવ-થરાદ
કુંવરજી બાવળિયાપોરબંદર, દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલવલસાડ, તાપી
અર્જુન મોઢવાડિયાજામનગર, દાહોદ
પ્રદ્યુમન વાજાસાબરકાંઠા, જૂનાગઢ
રમણ સોલંકીખેડા, અરવલ્લી
ઈશ્વર પટેલનર્મદા
પ્રફુલ પાનેસેરિયાભરૂચ
મનીષા વકીલછોટા ઉદેપુર
પરષોત્તમ સોલંકીગીર સોમનાથ
કાંતિ અમૃતિયાકચ્છ
રમેશ કટારાપંચમહાલ
દર્શનાબેન વાઘેલાસુરેન્દ્રનગર
કૌશિક વેકરિયાભાવનગર, જૂનાગઢ ( સહ પ્રભારી )
પ્રવીણ માળીમહેસાણા, નર્મદા ( સહ પ્રભારી )
જયરામ ગામિતડાંગ
ત્રિકમ છાંગામોરબી, રાજકોટ ( સહ પ્રભારી )
કમલેશ પટેલબનાસકાંઠા, વડોદરા ( સહ પ્રભારી )
સંજયસિંહ મહિડાઆણંદ, ભરૂચ ( સહ પ્રભારી )
પૂનમચંદ બરંડામહીસાગર, દાહોદ ( સહ પ્રભારી )
સ્વરૂપજી ઠાકોરપાટણ
રિવાબા જાડેજાબોટાદ
Share This Article