UGC-NET સહિત ૩ પરીક્ષાઓની નવી તારીખો જાહેર, કોમ્પ્યુટર બેસ્ડ લેવાશે એક્ઝામ

Share this story

પેપર લીકને કારણે UGC NET પરીક્ષા રદ કર્યા બાદ NTAએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. યુજીસી નેટ પરીક્ષા હવે ૨૧મી ઓગસ્ટથી ૪ મી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન લેવામાં આવશે. UGC NET પરીક્ષા હવે પેન પેપર (ઓફલાઇન) મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NTAના નવા પરીક્ષા કેલેન્ડર મુજબ, જોઈન્ટ CSIR UGC પરીક્ષા હવે ૨૫ જુલાઈથી ૨૭ જુલાઈ, ૨૦૨૪ દરમિયાન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NCETની પરીક્ષા ૧૦ જુલાઈએ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NTA એ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (AIAPGET) ૨૦૨૪ ફક્ત ૬ જુલાઈની અગાઉની નિર્ધારિત તારીખે લેવામાં આવશે.New dates announced for UGC-NET 2024, was cancelled day after exam was held - India Today

અગાઉ, NET પરીક્ષા ૧૮ જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તે રદ્દ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને પરીક્ષામાં કેટલીક ગેરરીતિઓ વિશે સંકેતો મળ્યા હતા, જેના પછી શિક્ષણ મંત્રાલયે તરત જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ૧૮ જૂને યોજાયેલી પરીક્ષામાં ૯ લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

NTAની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા અગાઉ ૧૨ જૂનના રોજ યોજાવાની હતી પરંતુ NTAએ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને મોકૂફ રાખી હતી. ચાર વર્ષના B.Ed કોર્સમાં એડમિશન માટે આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. CSIR UGC NET પરીક્ષા ૨૦૨૪-૨૫ જૂનથી ૨૫ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાવાની હતી, પરંતુ NTA એ દ્વારા તેને પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે લેવામાં આવે છે.New dates announced for UGC-NET 2024, was cancelled day after exam was held - India Today

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જ્યારે એ સ્પષ્ટ થયું કે UGC-NET જેવું પેપર ડાર્કનેટ પર ઉપલબ્ધ છે, એટલે અમે તરત જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. અન્યથા વિદ્યાર્થીઓમાં ખોટો સંદેશ જાય છે. અમે જવાબદારી લઈએ છીએ અને સિસ્ટમમાં સુધારો થવો જ જોઈએ. તદુપરાંત, સીબીઆઈ તપાસ પછી, તે બહાર આવ્યું હતું કે પરીક્ષાના બે દિવસ પહેલા, ૧૬ જૂનના રોજ ડાર્કનેટ અને અન્ય એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ચેનલો પર પેપર લીક થયું હતું, અને તે ૫ લાખથી વધુ રૂપિયામાં વેચાયું હતું.

આ પણ વાંચો :-