સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે NEET સંબંધિત બીજી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે આ સુનાવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોર્ટને કહ્યું કે, “તે ફરીથી NEET પરીક્ષા લેશે.
૧૨ જૂને મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને પગલે ૨૩ જૂને ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ ૩૦ જૂન પહેલા આવશે, એટલે કે માત્ર ૧૫૬૩ વિદ્યાર્થીઓને જ ગ્રેસ માર્કસ સાથે ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ NEET UG કેસની સુનાવણી કરી રહી છે. NTA તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજીદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ 3 અરજીઓ પર વિચારણાં કરી રહી છે જેમાં અનિયમિતતાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૧૫૦૦થી વધુ ઉમેદવારોને લોસ ઓફ ટાઈમના આધારે પરીક્ષામાં ગ્રેસ માર્કિંગ આપવાના સંબંધમાં શંકા વ્યક્ત કરવા NEET UG ૨૦૨૪ ના પરિણામને પડકારાયા છે.
આ વર્ષે NEET પરીક્ષામાં સૌથી વધુ ૬૭ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ ૭૨૦માંથી ૭૨૦ માર્કસ મેળવ્યા છે. અત્યાર સુધી આટલા વિદ્યાર્થીઓ ક્યારેય NEET માં એક સાથે ટોપ કર્યું નથી. વર્ષ ૨૦૨૧માં ૩ વિદ્યાર્થીઓએ એકસાથે ટોપ કર્યું હતું. સામાન્ય રીતે એકસાથે માત્ર ૨ કે ૩ વિદ્યાર્થીઓ ટોપ કરે છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે, જેમાં આટલી મોટી સંખ્યામાં ટોપર્સ છે. જો કે, NTAએ દલીલ કરી છે કે આ વર્ષે પ્રશ્નપત્ર સરળ હતું અને વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ કારણોસર વધુ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે.
આ પણ વાંચો :-