ગુજરાતમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે . જેમાં મળતી માહિતી મુજબ એનસીબી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયા કિનારામાં ગઈકાલ રાતથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી.
આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. યુવા અને બાહોશ ગૃહમંત્રી શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે. લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.
આ પણ વાંચો :-