Sunday, Sep 14, 2025

નેશનલ ટેસ્ટિંગ એજન્સી ભરતી પરીક્ષા નહીં યોજી શકે, જવાબદારી છીનવાઈ

2 Min Read

નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET, CUET, JEE જેવી પરીક્ષાઓ લેવા માટે જાણીતી છે. પરંતુ આગામી સમયમાં તેમાં બદલાવ થવાનો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTAના કાર્યભારમાં ફેરફાર સાથે જોડાયેલી મોટી માહિતી આપી છે. હવે NTAને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાની જવાબદારી સંભાળવાની રહેશે. NTA ભરતી પરીક્ષા આયોજિત નહીં કરી શકે.

NTAમાં મોટા ફેરફારો લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી, પ્રવેશ પરીક્ષાની સાથે, NTA વિવિધ વિભાગોમાં ઘણી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાઓ પણ લેતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET- 2025ની પેટર્ન પર પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તે માટે શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય વચ્ચે વાતચીત ચાલી રહી છે અને બેઠકો પણ ચાલી રહી છે.

તેમજ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ટૅક્નોલૉજી આધારિત પ્રવેશ પરીક્ષા તરફ આગળ વધવા માંગે છે. મેડિકલ એન્ટ્રન્સ માટે NEET UG પરીક્ષા પેન-પેપર મોડમાં જ આયોજિત કરવી કે કેમ તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.

જો NTA દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષાની વાત કરીએ તો તેમાં NEET, JEE Main, UGC NET, CSIR UGC NET, CUET UG and PG, AIAPGET, NEFT અને CMATનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

Share This Article