Friday, Oct 31, 2025

રાષ્ટ્રીય મહિલા આયોગએ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ મોકલ્યું

2 Min Read

દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે સ્પષ્ટીકરણ નથી આપ્યું. એવામાં રાષ્ટ્રીય મહિલા આયોગએ ગુરુવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ બિભવ કુમારને સમન્સ પાઠવીને કમીશન સમક્ષ જવાબ આપવા હાજર થવા કહ્યું છે.

સ્વાતિ માલીવાલ સોમવારે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાનના પર્સનલ સ્ટાફના સભ્યએ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની અંદર તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું તેમણે આ મામલે હજુ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. આ આરોપોને કારણે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ આ ઘટના અંગે AAP અને કેજરીવાલ પર આકરા પ્રહારો કરી રહી છે. AAP નેતા સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે માલીવાલ સાથેની ઘટના ખૂબ જ નિંદનીય છે.

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. આ પત્ર ૧૩ મેના રોજ લખવામાં આવ્યો હતો. પંચે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી ત્રણ દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના નિવાસસ્થાને તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપો કેજરીવાલના નજીકના સહયોગી વિભવ કુમાર પર લગાવ્યા છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથેની ઘટનાની નોંધ લીધી છે અને તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

Share This Article