દેશની જાણીતી આધ્યાત્મિક ઉપદેશક અને ગાયિકા જયા કિશોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેમનો પ્રચાર નથી. થોડા દિવસો પહેલા જયા કિશોરી એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. તેની રૂ. 2 લાખથી વધુ કિંમતની કસ્ટમાઈઝ્ડ ડિઓર બેગને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આખી દુનિયાને ત્યાગનો ઉપદેશ આપનાર જયા કિશોરી પર લોકો વિરુદ્ધ વર્તન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. 29 વર્ષીય જયા કિશોરી જે ‘ડિયોર બુક ટોટ’ લઈને જતી જોવા મળી હતી, તેને બનાવવામાં ગાયના ચામડાનો ઉપયોગ થતો હોવાના દાવાને કારણે વિવાદ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. X યુઝર વીણા જૈને લખ્યું કે, ‘વિવાદ બાદ જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો વીડિયો હટાવી દીધો છે. તે પોતે જ બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતા દેખાય છે અને તેઓ પોતાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત પણ કહે છે. બીજી એક વાત: આ બ્રાન્ડેડ બેગ વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂ. 2 લાખથી વધુ છે.’
અન્ય યુઝરે લખ્યું, ‘જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે. બધા ઉપદેશકો એવા છે જેઓ પૈસા કમાવવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આપણા ધર્મનો ઉપયોગ કરે છે.’
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘કેવી રીતે જયા કિશોરી ઝૂંપડીમાં રહેવાનો દાવો કરે છે અને તેના અનુયાયીઓને પૈસા પાછળ ન ભાગવા ઉપદેશ આપે છે જ્યારે તે પોતે 2 લાખ રૂપિયાની બેગ ખરીદે છે.’ હેન્ડબેગમાં ચામડાના ઉપયોગ પર પણ જોરદાર ટીકા થઈ રહી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ગાયની પૂજા કરવાની વાત કરનાર ઉપદેશક એક કંપનીની બેગનો ઉપયોગ કરી રહ્યા છે જે ગાયના ચામડામાંથી તેની પ્રોડક્ટ બનાવે છે.’
આ પણ વાંચો :-