અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની ધમકી સાથે એક ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ને પાકિસ્તાનના નામે મોકલાયેલ ઈ-મેઇલમાં સ્ટેડિયમ પર હુમલો કરવાની ચેતવણી આપી છે. ઈ-મેઇલમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે “We Will Blast Your Studium”, જેને ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઈ-મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્ટેડિયમ ખાતે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા સ્ટેડિયમની અંદર અને બહાર વિસ્તૃત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ એ એન્થ્રેક્સ લેવલનું એલર્ટ જારી રાખ્યું છે. IPLની આગામી મેચના કારણે સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકોના આવી જવાનો અંદાજ છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બન્યા છે.
આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાન જે કેના નામનો મળ્યો છે અને એક લાઇનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઈ-મેઇલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.