Tuesday, Dec 16, 2025

નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ: ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો

1 Min Read

હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ અમરેલીમાં 11.2 અને ગાંધીનગર જ્યાં ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 13.6 અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું
સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

Share This Article