નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. મુખ્યમંત્રી સૈની સાથે 13 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ ભાજપે હરિયાણામાં સતત ત્રીજી વખત પોતાની સરકાર બનાવી લીધી છે. સૈની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત NDAના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, મનોહરલાલ ખટ્ટર સહિત ઘણા ભાજપના નેતાઓ સામેલ થયા હતા. આ ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ મંચ પર હાજર હતા. તેના માટે પંચકુલામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નાયબ સિંહ સૈની બીજી વખત હરિયાણાના સીએમ બન્યા છે. અગાઉ 12 માર્ચ, 2024ના રોજ તેઓ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
મુખ્યમંત્ર નાયબસિંહ સૈનીની સાથે આ નેતાઓએ શપથ લીધા હતા.અનિલ વિજ,કિશન લાલ પંવાર, રાવ નરબીર સિંહ,મહિપાલ ઢાંડાએ મંત્રી પદના શપથ લીધા હતા.
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 90 સભ્યોની વિધાનસભામાં 48 બેઠક જીતીને રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસે 37 બેઠક પર જીત મેળવી હતી. હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવાની સાથે નાયબસિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.