Friday, Oct 31, 2025

ડ્રમમાં લાશનું રહસ્ય ખૂલ્યું, અનૈતિક સંબંધોની શંકામાં પતિએ કરી હત્યા, દીકરીએ ખોલી નાખી પોલ

3 Min Read

સુરત ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢયો છે. જેમાં મહિલાની હત્યા અન્ય કોઈએ નહી પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે. પતિએ તેની પત્નીને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના બૅરેલમાં લાશ મૂકીને તેમાં ઉપરથી સિમેન્ટ નાંખી દીધો હતો. જે બાદ બે દિવસ સુધી લાશ પોતાના જ ઘરમાં મૂકી રાખી હતી.

surat-news-police-solve-case-woman-deadbody-found-in-drum-at-bhestan-359154

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ગત ૨ જુલાઈના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં સચિનથી ડીંડોલી જતા કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડ્રમમાં માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઈડ હતા. આ સાથે જ ડ્રમની અંદર મૃતદેશ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. જેથી પોલીસ ભારે ડ્રમને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડ્રમ કાષતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

ક્રાઇમબ્રાંચ અને ભેસ્તાન પોલીસ સાથે ૧૩ ટીમો બનાવી ઘટના સ્થળેથી ૭ કિલોમીટરના એરિયામાં ૨૫૦ સીસીટીવી, ૫૦થી વધુ સોસાયટી, ખોલી તેમજ ૨૦ બાંધકામની જગ્યા તેમજ ૧૫૦ની પૂછપરછ કરી હતી. આરોપી ૪ દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોલીસે જણાવ્યું કે, હત્યારાના સાઢુભાઈનું અવસાન થયું હતું. જેથી મૃતક મહિલા તેની બહેન પતિ અને બાળકો સાથે રહેતી હતી.

પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં ૨૫મી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો. હત્યારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો. પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી. પછી પોલીસે સોસાયટીના રહીશને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી. મૃતક મહિલાની ૭ વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેણે 5 દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું. પોલીસે કપડા બતાવ્યા તો તેણે માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો.

પાણી ભરવા પતિએ ૨૫મી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી ૭૦૦ રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો. પછી ૨૭મી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું. આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી હતી. ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ ક્રોકિટનો માલ નાખી દીધો હતો. પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી. ૨૯મી તારીખે ૬૦૦ રૂપિયામાં ટેમ્પો ભાડે કરી ૪ મજૂરોને ડ્રમ ઉઠાવવા ૧ હજારની મજૂરી આપી ભાણોદરા ગામમી પાણીમાં ડ્રમ મુકી આવ્યો હતો. હત્યારાએ ચાલક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article