લોકસભાની ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. પછી પાછળથી વિવાદ ઉભો થતાં માફી માંગવી પડે છે. ત્યારે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના નિવેદનથી પણ એક વિવાદ ઉભો થયો હતો. આ પછી તેમણે મોડી રાત્રે માફી માંગી હતી.
દેશમાં પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથને લઈને અપાયેલ નિવેદન પર વિવાદ સર્જાયો હતો. જેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ એવું કહેતા સંભળાય રહ્યા છેકે “ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.
આ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.’
ભાજપ નેતા સંબિત પાત્રાએ રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા X પર માફીનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, ‘મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.
આ પણ વાંચો :-