રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી બ્લૂમબર્ગના એક અહેવાલમાંથી પ્રાપ્ત થઈ છે. આ સુવિધાની કુલ ક્ષમતા ૩ ગીગાવોટ હોવાની અપેક્ષા છે. જે ભારતના ટેક લેન્ડસ્કેપમાં એક મોટું પગલું હશે. આ વર્તમાન વૈશ્વિક માપદંડો કરતાં ઘણું આગળ નીકળી જશે. તુલનાત્મક રીતે કહીએ તો, આજે મોટાભાગના સૌથી મોટા ઓપરેશનલ ડેટા સેન્ટર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે અને તેમનું કદ એક ગીગાવોટ કરતા ઓછું છે.
મુકેશ અંબાણીના આ પગલાનો સમય કોઈ સંયોગ નથી. વૈશ્વિક સ્તરે, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગુગલ જેવી ટેક જાયન્ટ્સ AI સેવાઓની ઊંચી માંગને પહોંચી વળવા ડેટા સેન્ટરની ક્ષમતા વધારવા માટે અબજો ડોલર ખર્ચ કરી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, OpenAI, સોફ્ટબેંક અને ઓરેકલના જૂથે સ્ટારગેટ નામના પ્રોજેક્ટ હેઠળ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં $500 બિલિયન સુધીનું રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
સપ્ટેમ્બર 2024 ની શરૂઆતમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને NVIDIA એ ભારતમાં AI સુપરકોમ્પ્યુટર વિકસાવવા અને દેશની વિવિધ ભાષાઓ પર તાલીમ પામેલા મોટા ભાષા મોડેલો બનાવવા માટે પાર્ટનરશીપની જાહેરાત કરી હતી. આ પછી, NVIDIA એ પણ ટાટા ગ્રુપ સાથે આવી જ પાર્ટનરશિપ કરી. આ ભારતની AI મહત્વાકાંક્ષાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગત વર્ષ મુકેશ અંબાણીએ આરઆઈએલની 47મી એજીએમમાં કહ્યું હતું કે રિલાયન્સ પોતાને એક ડીપ ટેક કંપનીમાં ફેરવી રહી છે. તેમણે એઆઈને માનવજાતિના વિકાસમાં એક પરિવર્તનકારી ઘટના ગણવ્યું હતું. જે માનવજાતિ સામે આવનારી જટિલ સમસ્યાઓને હલ કરવાના રસ્તા ખોલી રહ્યું છે. અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સનું જે ટેક્નોલોજી સંચાલિત પરિવર્તન ચાલી રહ્યું છે તે કંપનીને હાઈપર ગ્રોથની એક નવી કક્ષામાં લઈ જશે અને આવનારા વર્ષોમાં તેનું મૂલ્ય અનેકગણું વધી જશે.
આ પણ વાંચો :-