પીઢ ગાયક મોહમ્મદ રફીના નિધનને આજે બુધવારે 44 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે આખો દેશ ગાયકને યાદ કરી રહ્યો છે જેમણે 31 જુલાઈ 1980ના રોજ દુનિયા છોડી દીધી હતી. હિન્દી સિનેમાના પીઢ ગાયક મોહમ્મદ રફી તેમના પ્રભાવશાળી અવાજ માટે જાણીતા હતા અને છે, જેનું કારણે છે તેમના ગીતો. આજે પણ મોહમ્મદ રફીના ગીતો લોકોના દિલ જીતી લે છે.

મોહમ્મદ રફીના ગીતો દરેક મેહફિલમાં ફિટ બેસે છે અને લોકોના દિલમાં ઉતરે છે. આ ગીતો સમય અને સરહદોની દીવાલો ઓળંગી ગયા છે અને આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયા છે. બાળકોથી લઈને મોટી ઉમરના લોકો સુધીના દરેક ક્ષેત્રના લોકો તેમના ગીતોના ચાહક છે. આજે મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે. આ અવસર પર, તેમને યાદ કરીને, અમે તમારા માટે તેમના એવરગ્રીન 5 સૌથી ખાસ ગીતોની યાદી લાવ્યા છીએ, જેને સાંભળ્યા બાદ તમે પણ ઘણી લાગણીઓનો અનુભવ કરશો.
મોહમ્મદ રફીને યાદ કરતાં શાહિદ રફીએ કહ્યું, ‘હું તેમના વિશે શું કહું, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ હતા. ઘરે અમે તેમને ક્યારેય એ દૃષ્ટિકોણથી જોયા નથી કે તેઓ કેવા મહાન વ્યક્તિત્વ સ્વામી છે, અમારા માટે તેઓ ફક્ત અમારા પિતા હતા. તમને સાચું કહું જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમને સમજાયું કે તેઓ કેટલા મહાન વ્યક્તિ હતા. લોકો તેમની પૂજા કરતા હતા. લોકો અમને કહેતા કે તે ભગવાન છે, તેમના ગળામાં સરસ્વતી હતી.’
મોહમ્મદ રફીનું એક ગીત એટલું ખાસ છે કે, તેના વિના કોઈ પણ લગ્ન પૂર્ણ થતા નથી. બારાત આવતાની સાથે જ બેન્ડ આ ગીત વગાડે છે. આજે પણ લોકો આ ગીત પર ખૂબ જ ડાન્સ કરે છે અને તેનાથી એક અલગ જ ઉત્સાહનો અનુભવ થાય છે. મોહમ્મદ રફીએ 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂરજ’ માટે એક ગીતને અવાજ આપ્યો હતો, જેના ગીતના શબ્દો છે: “બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ.” 56 વર્ષ પછી પણ આ ગીતનો જાદુ એ સમયે જેવો છે.
આ પણ વાંચો :-