Sunday, Dec 7, 2025

પોલીસ ઇન્સ્પેક્ટર પર 19 વર્ષીય યુવતી સાથે અડપલાંનો આરોપ, પીડિતાએ 181 પર કરી ફરિયાદ

1 Min Read

પીઆઈ બરકતઅલી ચાવડા આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જ્યારે તેઓ PSI હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે. હાલ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article