કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતા 7થી વધુ મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં 5 મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે 4થી વધુ મજૂરો હજુ દટાયેલા છે. જેમને હાલ JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ આવી પહોંચી છે તેમ જ પોલીસ પણ આવી પહોંચી છે.
સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દુર્ઘટના ઘટી કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો હતો. સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે મજૂરો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતા 7થી વધુ મજૂરો દટાઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાંથી 3 મજૂરના મોત નિપજ્યા છે અને 4થી વધુ મજૂરો હજુ દટાયેલ છે. જેમને JCB વડે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા. 5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો :-