સાઉદી અરબમાં તાજેતરના સમયગાળામાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાં એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. માહિતી અનુસાર મક્કા શરીફમાં આ દરમિયાન કુલ ૫૫૦ જેટલાં હજયાત્રીઓ ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના ૩૨૩ લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતાં તાપમાનને જવાબદાર ઠેરવાયું છે.
સાઉદીમાં ૨ હજાર હજયાત્રીઓની સારવાર ચાલુ છે ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ ૨ હજાર હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.
૧૭ જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન ૫૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર ૧૦ વર્ષે ૦.૪ ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. ગયા વર્ષે ૨૪૦ લોકોના મોત થયા હતા ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા ૨૪૦ હજયાત્રીઓનાં મોત થયા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે.
જો કે, હજની મોટાભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે. આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકામાં રહેવું પડે છે. યાત્રાળુઓએ કહ્યું કે હજ દરમિયાન તેઓ ઘણીવાર બીમાર યાત્રાળુઓને રસ્તાની સાઈડમાં જોતા હોય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હજ રૂટ પર એમ્બ્યુલન્સનો સતત ધસારો રહે છે.
આ પણ વાંચો :-