Tuesday, Dec 9, 2025

કેરળના અંજુથમ્બલમ મંદિરમાં આતશબાજી દરમિયાન 150થી વધુ લોકો ઘાયલ

2 Min Read

કેરળના કાસરગોડ જિલ્લામાં નીલેશ્વર નજીક મંદિરમાં આતશબાજી દરમિયાન એક દુ:ખદ દુર્ઘટના થઈ છે. સોમવારે મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 8ની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર, પોલીસને આશંકા છે કે, વીરકાવુ મંદિર પાસે ફટાકડાના સ્ટોરેજમાં આગ ફાટી નીકળ્યા બાદ આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના થયો હતો.

દુર્ઘટના બાદ ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચિંતાજનક સ્થિતિને જોતા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. તે જ સમયે, કેરળ પોલીસે FIR નોંધી છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસે જણામવ્યું કે અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન, રાત્રે 12.30 વાગ્યે અચાનક સ્ટોરેજમાં મોટો ધડાકો થયો હતો. ત્યાં એક પછી એક બધા ફટાકડા ફોડવા લાગ્યા. બન્યું એવું કે સ્ટોરેજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા. ભીડમાં રહેલા લોકો આ આગનો વીડિયો બનાવવા લાગ્યા. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં 150 થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 8ની હાલત નાજુક છે.

આ પણ વાંચો :-

Share This Article