Saturday, Dec 13, 2025

રાયગઢ કિલ્લામાં ફરવા ગયેલા ૧૦૦થી વધુ પ્રવાસી ફસાયા, જાણો કેવી રીતે ?

2 Min Read

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે બપોરે 3:30 વાગ્યાથી ચાર વાગ્યા સુધી મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ દરમિયાન છત્રપત્રિ શિવાજી મહારાજના રાયગઢ સ્થિત કિલ્લામાં પણ કેટલાક પર્યટકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ દરમિયાન આ પર્યટકો કિલ્લાની સીઢીઓ પર ફસાઇ ગયા હતા. આ દરમિયાન મૂશળાધાર વરસાદના લીધે રાયગઢ કિલ્લાની સીઢીઓ પરથી નદીના વહેણની માફક ભારે પાણી વહેતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ વહેતા પાણીમાં પર્યટકો પોતાને સંભાળતા જોવા મળ્યા હતા.

VIDEO: મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં ફરવા ગયેલા પ્રવાસી ફસાયા, ભારે વરસાદને કારણે ઝરણા વહેતા થયા 

જોકે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા આ કિલ્લાની લાખો પર્યટકો મુલાકાત લે છે. જોકે રવિવારે સાંજે અહીં થયેલા ભારે વરસાદના લીધે પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રવિવારે ઘણા પર્યટકો અહીં ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને પર્યટકો ફસાયા હતા. જેનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં કિલાની સીડીઓ પરથી ભારે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ સીડીઓ પર ફસાઇ ગયા હતા. જેમ તેમ દિવાલનો સહારો લઇને પોતાને સંભાળતા જોવા મળે છે.

તમને જનાવી દઇએ કે રવિવારથી જ રાયગઢ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. તો બીજી તરફ માયાનગરી તરીકે ઓળખાતા મુંબઇમાં વરસાદના લીધે ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગનું માનીએ તો વરસાદથી છુટકારો મળશે નહી, આજે પણ વરસાદ અને હાઇ ટાઇડની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article