ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.
ગઈકાલે મોડીરાતે 1.30 વાગ્યે દેહત્યાગ કર્યો મોરારિબાપુનાં પત્ની નર્મદાબેને ગઈકાલે મોડીરાતે 1.30 વાગ્યે દેહત્યાગ કર્યો હતો. પૂજ્ય નર્મદામાં મોરારિબાપુ હરિયાણી ઉ.વ 79, તા. 10/06/2025ની રાત્રીના સમાધિસ્થ થયા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા. પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં આજે સવારે 8.30 કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી છે
79 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો
મોરારિબાપુનાં ધર્મ પત્નીએ નર્મદાબેને 79 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારિબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે.