Friday, Oct 24, 2025

મોદી સરકારની કર્મચારીઓને આઠમા પગાર પંચને આપી મંજૂરી

2 Min Read

કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો ઇન્તજાર આખતે ખતમ થયો છે. કેબિનેટે બજેટ પહેલાં આઠમા પગાર પંચને મંજૂરી આપી છે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025એ પૂરો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠમા પગાર પંચની રચના પહેલાં રાજ્ય સરકારો, PSU વગેરે સાથે વિચારવિમર્શ કરવામાં આવશે. આઠમા પે કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોનાં નામ પણ ટૂંક સમયમાં એલાન કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે. જો 8મું પગાર પંચ જાન્યુઆરી, 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 34,560 રૂપિયા થવાનો અંદાજ છે.

આ પણ વાંચો :-

Share This Article