ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. થોડા કલાકો પહેલા ઇઝરાયલી સેનાએ ઈરાનના સેના પ્રમુખને માર્યાનો દાવો કર્યા બાદ હવે ઈરાન દ્વારા પણ એક ખૂબ જ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. ઈરાન ઓબ્ઝર્વરના મતે, ઈરાનની સેનાએ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હુમલો કર્યો છે. આ હુમલાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈરાન ઓબ્ઝર્વરે તેને પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી પર સ્પષ્ટ હુમલાનો વીડિયો છે. આમાં, હુમલા પછી બે, ત્રણ ઇમારતોમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે, જે મોસાદનું મુખ્યાલય હોવાનું કહેવાય છે.
ઇઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે મોસાદના મુખ્યાલય પર મિસાઇલ હુમલો?