Thursday, Oct 23, 2025

‘મિર્ઝાપુર 3’નું ટ્રેલર રિલીઝ, કાલિન ભૈયા ગોન, ગુડ્ડુ પંડિત ઓન

3 Min Read

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘મિર્ઝાપુર સિઝન 3‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા, આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘બાબુ જી’ (કુલભૂષણ ખરબંદા)ના અવાજે કહ્યું હતું કે ‘સિંહ હજી ઘાયલ છે, પરંતુ ચોક્કસ પાછો આવશે’. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર આજે ગુરુવારે રિલીઝ થઈ ગયું છે. ‘મિર્ઝાપુર’ સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને રક્તપાત માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે, નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ સાથે જોવા મળશે.

mirzapur 3

‘મિર્ઝાપુર’ની બે સિઝન જબરદસ્ત હિટ રહી હતી. હવે આ લોકપ્રિય સીરીઝની ત્રીજી સિઝન પણ ધૂમ મચાવવા આવી રહી છે. સીરીઝના ત્રીજા હપ્તાની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ટીઝર પણ આવી ગયું છે, જ્યારે હવે મોસ્ટ અવેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાની આશા છે. અહેવાલ મુજબ, મિર્ઝાપુર ૩નું ટ્રેલર ૧૦ દિવસ પછી રિલીઝ થવાની સંભાવના છે અને તેનું પ્રીમિયર ૨૦ જૂનની આસપાસ થશે. જોકે, મેકર્સે હજુ સુધી ‘મિર્ઝાપુર 3’ના ટ્રેલર રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરી નથી.

ગુડ્ડુ પંડિતે છેલ્લી સિઝનમાં મોટું કૌભાંડ કર્યા બાદ ઘણા દુશ્મનો બનાવ્યા છે. હવે કાલીન ભૈયાની સેના તેની પાછળ લાગી ગઈ છે. માધુરી યાદવ, છોટે શુક્લા સહિત અન્યો કાલીન ભૈયાની છબી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેકનો હેતુ સ્પષ્ટ છે – ગુડ્ડુ પંડિતનો ખાત્મો. જ્યારે બીના ત્રિપાઠી હવે ગુડ્ડુની નજીકની મિત્ર બની ગઈ છે. આ ટ્રેલરમાં રાજકારણની સાથે-સાથે એક્શન, ષડયંત્ર, વિશ્વાસઘાત અને ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, જે તમને આવનારી સિઝન જોવા માટે ઉત્સાહથી ભરી દેશે. આ વખતે પણ શોમાં જબરદસ્ત રક્તપાત થવાનો છે.

એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ અને ક્રિએટ કરાયેલી આ ક્રાઇમ-થ્રિલર સીરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે, જેના ડાયરેક્ટર ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌડ, રાજેશ તૈલંગ, શીબા ચડ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચડ્ઢા સહિત અનેક શાનદાર કલાકારોએ મહત્વના પાત્ર ભજવ્યા છે. ૧૦ એપિસોડની આ સીરીઝનું પ્રીમિયર ૫ જુલાઈએ ભારત અને દુનિયાભરમાં થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article