અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફુકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચ્યું છે. હાલ અગનવર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે જ, આગામી ૪ દિવસ તાપમાન યથાવત રહેશે. જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
જાણીતા ભૂસ્તર શાસ્ત્રી અંબાલાલ પટેલની અનેક આગાહીઓ સાચી પડી પડતી હોય છે. ત્યારે તેમણે જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વડોદરા અને આણંદમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. તારીખ ૨૪ અથવા ૨૫ મે દરમિયાન મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ૪૪થી ૪૫ ડિગ્રીએ પહોંચી જશે. તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીએ પણ પહોંચવાની ધારણા છે. જેથી આખરી ગરમી પડશે.
તેમણે એમ પણ જણાવ્યું કે, આગામી તારીખ ૨૬ મેથી ૪ જૂન દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ ૨૬થી ૪ જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને મહેસાણા, વિસનગર, વડનગર, પાલનપુર, વાવ, થરાદમાં હવામાનમાં ફેરફાર આવી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ૨૪ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય તટ પર ૩૦ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે. આ ઉપરાંત, વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે. અરબ સાગરમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે. ૮ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાઈ શકે છે. મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો :-