Sunday, Sep 14, 2025

ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં મેઘ મહેર, હવામાન વિભાગની આગાહી

2 Min Read

ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં વડોદરામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી બે કાંઠે થઇ હતી. જેના પગલે નદી કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આજવા સરોવરમાં વરસાદી પાણીની આવક થતા મનપા દ્વારા છોડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વાઘોડિયા, સાવલી ધનિયાવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા નદીની સપાટી ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચી જતા શહેરમાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા તંત્ર દોડતું થયુ છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 8 ઇંચ, ડાંગના સુબિરમાં પોણા સાત ઈંચ, નવસારીમાં સાડા 6.5 ઇંચ નોંધાયો હતો. જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ, વ્યારા, વાંસદા, ડાંગ, આહવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જગ્યાએ આઈએમડી દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :-

Share This Article