ડ્રગ્સ માફિયાઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. જેમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં ચાલતી હાઈટેક ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ લેબમાં “હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન” (MD Drugs) બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે 20 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત ર્જીંય્એ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખૂલતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 230.780 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેક્નિશિયન સહિત કુલ ૩ શખસની ધરપકડ કરી છે.
લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે ર્જીંય્એ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતાં ર્જીંય્ની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ સઘન બનાવી હતી.
દરમિયાન પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં ર્જીંય્એ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. લેબની અંદર તપાસ કરતાં પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યાં હતાં, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું.
વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા (ઉંમર 28)ની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેક્નિશિયન છે. તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠિયા (ઉંમર 32)ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું.
ડ્રગ્સનું રો મટિરિયલ અને તૈયાર મેફેડ્રોન પણ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 200 ગ્રામ મિક્સ કેમિકલ (કિંમત રૂ. 20 હજાર), 1 લિટર કેમિકલ, 5 લિટર અન્ય જ્વલનશીલ કેમિકલ, મિથાઇલ એમાઈન, ડિજિટલ વેઇંગ મશીન સહિત કુલ રૂ. 2,92,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં રૂ. 50,850 કિંમતનું 16.950 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ પણ સામેલ છે.
હાલમાં પોલીસએ તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે ડિજિટલ પુરાવા અને 3 મોબાઈલ ફોન (કિંમત રૂ. 1.15 લાખ)ની તપાસ કરવામાં આવી રહી છે.