Tuesday, Oct 28, 2025

વટવા GIDCમાં ભીષણ આગ: કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, બે કામદારો ઘાયલ

1 Min Read

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. GIDC ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે.

હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયરબ્રિગેડને કાબૂ મેળવવામાં વધારે મહેનત કરવી પડી રહી છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.

અટવા GIDC આગમાં ઈજાગ્રસ્ત થયેલાના નામ

  • નીતિનભાઈ (ઉં.વ.55) 70% દાઝ્યા
  • રાજેશભાઈ (ઉં.વ.40) 19% દાઝ્યા
Share This Article