HomeSurat Cityસુરતના સચિન GIDCમાં ગોપી નિટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ

સુરતના સચિન GIDCમાં ગોપી નિટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDCમાં આજે (1 એપ્રિલ) વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે. સચિનના હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ગોપી નીટીંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.

માહિતી મુજબ, ગોપી નીટીંગ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ થતું હતું. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ નાયલોન અને કાપડનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

આગ લાગતા જ ફેક્ટરીના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મેઈન ફાયર સ્ટેશન, સચિન GIDC અને હોજીવાલાની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગ ફેલાય નહીં તે માટે નજીકની ફેક્ટરીઓમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, જોકે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે.

હાલ ફાયર વિભાગની ટીમો આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે.

Subscribe

Latest stories