કુવૈતમાં ઈમારતમાં ભીષણ આગ, ૧૦ ભારતીયો સહિત ૪૧ લોકોના મોત

Share this story

ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૪૧ લોકો માર્યા ગયા છે જેમાં ૧૦ ભારતીય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ૫૦ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં જવા રવાના થયા છે.

Kuwait fire: કુવૈતના મંગાફમાં લાગેલી ભીષણ આગમાં 4 ભારતીયો સહિત 35ના મોત, જુઓ વીડિયો

દક્ષિણ કુવૈતના મંજફ શહેરમાં ભીષણ આગની આ ઘટના બની હતી. બુધવારે લાગેલી આગમાં ૪૧ લોકોના મોત થયા હતા. કુવૈતના નાયબ વડા પ્રધાન શેખ ફહદ યુસેફ સઉદ અલ-સબાહે સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના વિશે માહિતી આપી હતી. તેણે આ ભયાનક આગ માટે રિયલ એસ્ટેટ માલિકને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સન્માનના લોભને કારણે આ ભયાનક ઘટના બની છે. ડેપ્યુટી પીએમ શેખ ફહાદ પાસે ગૃહ વિભાગ તેમજ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી છે.

મંત્રાલયે કહ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર બુધવારે સવારે ૪.૩૦વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાક લોકોના મોત થયા છે.

આ મામલે ખુદ વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી. તેમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે ૫૦થી વધુ ગંભીર રીતે દાઝી ગયાની પણ માહિતી છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો :-