Sunday, Dec 7, 2025

ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, અન્ય ઘાયલ

1 Min Read

ગોવાના આરાપોરામાં બિર્ચ બાઈ રોમિયો લેન ક્લબમાં મોડી રાતે ભીષણ આગની ઘટના બનતાં લગભગ 23 લોકો મૃત્યુ પામી ગયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને 20 પુરુષો સામેલ છે. તેમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ હોવાની જાણકારી મળી રહી છે. શનિવારે રાતે લગભગ 12:04 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આ ભીષણ આગ લાગી હતી.

ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યું કે મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા કેમ કે તે ગભરાટમાં બેઝમેન્ટમાં દોડી ગયા હતા. લોબોએ જણાવ્યું કે મૃતકોમાં અમુક ટુરિસ્ટ પણ છે. જોકે મોટાભાગના લોકો સ્થાનિકો હતા જે રેસ્ટોરન્ટના કામ કરી રહ્યા હતા.

ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આવી દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જે લોકો આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમના કારણે જ આ આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 23 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકાર આ સમગ્ર મામલે તપાસ કરાવશે. તપાસમાં આગ લાગવાના સાચા કારણો શોધવામાં આવશે અને દોષિતોને છોડીશું નહીં. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. મૃતકોમાં મોટાભાગના લોકો ક્લબના કિચન સ્ટાફના સભ્યો હતા જેમાં ત્રણ મહિલાઓ સામેલ હતી અને મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ સામેલ હોવાની જાણકારી મળી રહી છે.

Share This Article