સુરતમાં વધુ એક સામુહિક આપઘાતના પ્રયાસની હચમચાવતી ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન ખાતે બે બાળકો સાથે માતા દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં માલગાડી ફરી મળતા માતાનું મોત થયું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જોઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
એક મહિલા પોતાનાં બે સંતાનો સાથે આપઘાતના ઇરાદે સુરત રેલ્વે સ્ટેશન પહોંચી હતી. આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સુઈ ગઈ હતી. ટ્રેન અડફેટે મહિલા આવતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મહિલાના શરીરના બે ટુકડાં થઈ ગયાં હતાં. બાદમાં ઈજાગ્રસ્ત બન્ને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.