Thursday, Oct 23, 2025

શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ

2 Min Read

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું અમને અમિતાભ ચૌધરી નામના એક એક્સ યુઝરના એકાઉન્ટ પર દાવા સાથે સંબંધિત પોસ્ટ મળી, વાયરલ તસવીરને શેર કરીને કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસે આ શખ્સની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરી છે

ફેસબુક યુઝર સૂરજ રાણાએ ૧૦ જુલાઈની વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્ટાનમાં લખ્યું છે કે, શહીદ કેપ્ટન અંશુમન સિડજીની પત્ની પર… અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ફરી એકવાર ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને DCP સેન્ટ્રલ દિલ્હીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વાયરલ તસવીર મળી. ફોટાને ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે. તેના પર ચેઈન સ્નેચિંગ કેસનો આરોપ છે અને તે પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પીએસ ડોઝ કાઝી સ્ટાફની ટીમની મદદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

શહીદ કેપ્ટન અશુમન સિંહના પત્નીને કીર્તિ ચક્ર એનાયત કરવાની તસવીર પર એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ લોકોએ તેને ઉગ્ર વિરોધ કર્યો. જે બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ આને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસને કેસ નોધવા અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલે કેસ પણ નોંધ્યો છે અને હાલ IP50 યુનિટ તેની તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article