મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું પ્રેમુનં વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ રહેશે.
વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યકિતત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો થોડી સ્વાર્થવૃતિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્યો સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ સફળતા મળે.
મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભુતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે.
કર્કઃ
દિવસ દરમ્યાન શારિકિ અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય.
સિંહઃ
નાણાંકીય બાબતો થી લાભ સંભવે. કુંટુંબમાં સુખ શાંતિ વધે. જમીન મકાન મિલકત થી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યકિતઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય અે સાચવવું.
કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવૃર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દ પૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શકય બને. નોકરી ધંધામાં બઠતી તથા ધંધા માં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.
તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધામાં પરિસ્થિિત સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિધાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.
વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતો માં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ધટતી જણાય. શરીરમાં થાક સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.
ધનઃ
ગઇ કાલની માનસિક અશાંતિ દુર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.
મકરઃ
આવક ધટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આધાત્મિક પ્રગતિ થાય.
કુંભઃ
દિવસ દરમ્યાન શકિત સ્ફુતિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુંટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણો થી લાભ થાય. જુના રોકાણો માંથી આવક વધતી જણાય. શરદી ખાંસી નો ઉપદ્ગવ રહે.
મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધું નોકરી ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શકય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહન ની ખરીદી શકય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળા ના દુઃખાવાથી સાચવવું.