Wednesday, Mar 25, 2026

ચેનલો પર FIRના કારણે મનીષ કશ્યપ ભાજપથી નારાજ, જાણો શું કહ્યું ?

2 Min Read

બિહારના ખૂબ પ્રખ્યાત યુટ્યુબર એવા મનીષ કશ્યપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. યુટ્યુબર મનીષ કશ્યપએ જાહેરાત કરી છે કે, તેઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. ત્યારબાદ તે છાપરા જશે અને આત્મસમર્પણ કરશે. છાપરામાં તેમની યુટ્યુબ ચેનલ સચ ટોક્સ સહિત 11 ચેનલો સામે દાખલ કરાયેલી FIRથી તેઓ ગુસ્સે ભરાયા હતા બાદ ભાજપને છોડવાની જાહેરાત કરી છે.

મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાજપ છોડવાના નિર્ણયની જાહેરાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે સારણ જિલ્લાના દિઘવારામાં હોળી પર હોબાળો મચાવવા અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવા બદલ મહિલાઓને માર માર્યો હતો. તેમણે પોતાની ચેનલ પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ કારણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મનીષ કશ્યપે જણાવ્યું કે સારણ એસપીના નિર્દેશ પર તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જે કલમો હેઠળ ફરીયાદ્ દાખલ કરવામાં આવી છે તે બિનજામીનપાત્ર છે. એટલા માટે તે પોતે શુક્રવારે છપરા પહોંચીને આત્મસમર્પણ કરી રહ્યા છે. અમે જેલ જવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે લૂંટારા કે દારૂના વેપારી નથી. તેઓ રેતી માફિયાઓ પાસેથી પૈસા પણ લેતા નથી. હું જેલમાં જઈશ અને પછી બહાર આવીને ગરીબોનો અવાજ ઉઠાવીશ.

મનીષ કશ્યપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી કશ્યપ ત્યારે સમાચારમાં આવ્યા જ્યારે તમિલનાડુમાં બિહારીઓ પર મારપીટનો બનાવટી વીડિયો વાયરલ થયા બાદ અનેક કેસોમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. તે લગભગ 9 મહિના સુધી તમિલનાડુ અને પટનાની જેલમાં રહ્યો. જોકે, ભાજપમાં જોડાયા પછી પણ, તેઓ તેમની ચેનલ પર નીતિશ સરકારની નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.

Share This Article