જ્યારથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભારત પરત ફરી છે, ત્યારથી તે લોકોમાં ચચર્નોિ વિષય બની ગઇ છે. મહાકુંભમાં મહામંડલેશ્વરનું પદ મળ્યા પછી તે લોકોની સામે ચચર્માિં આવી. જોકે, એ પછી દરેક જગ્યાએ આ બાબતનો ઘણો વિરોધ થયો. એટલે થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, હવે તેમને ફરીથી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.
મમતા કુલકર્ણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રાજીનામું પાછું ખેંચવાની વાત કહેતા જોવા મળે છે. મમતા કહે છે કે નમસ્તે હું શ્રી યમાઇ મમતા નંદ ગિરી છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા ગુરુ ડૉ. આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. તેના જવાબમાં ભાવનાની ક્ષણમાં મેં રાજીનામું આપી દીધું હતું. જોકે, મારા ગુરુએ તેને સ્વીકાર્યું નહોતું. મહામંડલેશ્વર બન્યા બાદ મેં જે લાકડી, શાહી છત્ર, પ્રસાદ વગેરે જે વસ્તુઓ અર્પણ કરી હતી તે અખાડાને જ સમર્પિત જ રહેશે.
મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રયાગરાજ મહાકુંભમાં સન્યાસ લીધો હતો. પિંડદાન બાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું હતું. કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ આપવાનો ઘણો વિરોધ થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે જણાવ્યું હતું કે કોઇ પણ મહિલાને કિન્નર અખાડાનો મહામંડલેશ્વર બનાવવો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. વિવાદ વધતા મમતાએ 10 ફેબ્રુઆરીના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતું કે હું 25 વર્ષથી સાધ્વી છું અને સાધ્વી રહીશ.